આ તકે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૭-૧૦-૨૪ ના રોજ ધજડી પરા પ્રાથમિક શાળામાં વય નિવૃત થઈ રહેલ ચેતનાબેન રમણીકલાલ ચાવડાનો ભવ્ય વિદાય કાર્યક્રમ બોઘરીયણી ખોડીયાર મંદિરના મહંત શ્રી મહેશદાસજીના સાનિધ્યમાં યોજાયો હતો તેમજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ચંદ્રેશભાઇ બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ બંને કાર્યક્રમમાં સાવરકુંડલાના બીઆરસી વિપુલભાઈ દુધાત તથા પે સેન્ટર શાળાના આચાર્ય મહેશભાઈ જાદવ તથા ગામના અગ્રણીઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

ચેતનાબેન રમણીકલાલ ચાવડાને શાળા તરફથી પુષ્પગુચ્છ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તથા મહંત શ્રી મહેશદાસજી તરફથી ફૂલનો હાર અને સાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ બીઆરસી તથા પે.સેન્ટરના આચાર્ય દ્વારા સાલ આપી સન્માન કરેલ તેમજ ગામના લોકોએ આ તકે બેનને સાકરનો પડો શ્રીફળ તથા ઘડિયાળ આપી સન્માન કરેલ. તેમજ ચંદ્રેશભાઇ બોરીસાગર તથા જાગૃતિબેન રવિયા દ્વારા શ્રીફળ અને પડો તેમજ ડ્રેસ અર્પણ કરેલ ત્યારબાદ શાળા તરફથી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ચંદ્રેશભાઇનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમને અંતે બાળકોએ તથા તમામ લોકોએ સાથે ભોજન લીધું હતું વિશેષ આજે વિદાય લઈ રહેલ શિક્ષકનો જન્મદિવસ પણ હતો.
બિપીન પાંધી

