કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ મેઈન રોડ પર આવેલ Cie india કંપની મા ફરજ બજાવતા રાજુભાઈ ડેર વય નિવૃત થતા આજરોજ તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.30 વર્ષ થી મશીન ઓપરેટર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી નિવૃત થતા કંપની ના મેનેજર અભયભાઈ હરનેશા,ગિરધરભાઈ રાઠોડ, વિજયભાઈ કનૈયા,નિલેશભાઈ હીરાની, ધીરજભાઈ સોલંકી, વસંતભાઈ મારું,સહિતના કર્મચારીઓ એ છાલ ઓઢાડી તેમજ ભેટ આપી તેમનું સન્માન કરેલ હતું.આ તકે કંપની કર્મચારીભાઈઓ તેમજ સ્ટાફ સહીત ના ઉપસ્થિત રહ્યા હતાં.

