Gujarat

શાપર-વેરાવળ ના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થતા ખેડૂતો માં આંનદની લાગણી 

હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસુ માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે શુક્રવાર અને શનિવારે દિવસ દરમ્યાન ધીમી ધારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.
બને મુખ્ય શહેરો માંના રોડ પર પાણી વહેતા થયા હતા. અને સમગ્ર વાતાવરણમાં ઠંડક સાથે વિધિવત ચોમાસુ બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જેમાં થોડી વારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ધીમી ધારે વરસાદ થતાં ખેડુતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વેરાવળ-શાપર પંથકમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.વરસાદ થતાં ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી છૂટકારો મળ્યો હતો. વરસાદ ની શરૂઆત થતાં જ લોકો રેઈનકોટ,છત્રીઓ કબાટ ની તિજોરીઓ માંથી કાઢવી પડી છે.