એક ફાયર બ્રિગેડ ખરાબ, બીજાનું પાણી પુરુ, ત્રીજાએ આવી ગેરેજમાં લાગેલી આગ પર મેળ્યો કાબૂ.
જેતપુરના જુનાગઢ રોડ ઉપર આવેલ ગ્લોબલ સિનેમા પાસે ખોડીયાર મોટર ગેરેજ બંધ હતું ત્યારે રાત્રિના શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થયુ હતું જ્યારે ત્રીજાએ આવી આગ ઓલવવાની કામ ગીરી હાથ ધરી હતી.
બનવાની વિગતો મુજબ જેતપુરમાં જૂનાગઢ રોડ પર આવેલ મોટર કાર સર્વિસ ગેરેજ મા અચાનક આગ લાગતા ત્રણ જેટલી મોટર કાર બળી ને ખાખ થઈ ગયેલ હતી. નગર પાલીકા ના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાયેલ હતી .આ બનાવમાં પ્રથમ બે ફાયર ટેન્કર આવેલ જેમાં પાણી જ ખલાસ થઈ ગયેલ જયારે ત્રીજો ફાયર ટેન્કર આવેલ જેમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં આવે એટલામા તો ત્રણ જેટલી મોટર કાર સળગી ગયેલ હતી.જૂનાગઢ રોડ પર આવેલ જય ખોડીયાર મોટર સર્વિસ મા અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી જેમાં નગર પાલીકાના ફાયર ટેન્કર આવેલ એમાં પાણી ખલાસ થઈ જવાથી સ્થાનિક લોકો સ્થળ પર હોય લોકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક થવા પામી હતી.ત્યારે ફાયર બ્રિગેડની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા હતા

