Gujarat

હાપા નજીક સ્લફર ભરેલા ટ્રક ઉપરના ટીસીમાં આગ, ગંભીર અકસ્માત ટળ્યો

જામનગરના હાપા નજીક શનિવારે વહેલી સવારે સ્લફર ભરેલા ટ્રક ઉપરના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. વીજકંપની દ્રારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતા ગંભીર અકસ્માત સહેજમાં ટળ્યો હતો.

જામગનરના હાપા નજીક જલારામ મંદિર નજીક સલ્ફરનું કારખાનું આવેલું છે. શનિવારે વહેલી સવારે સ્લફર ભરેલો ટ્રક કારખાના પાસે પાર્ક કરાયો હતો. આ ટ્રક ઉપર વીજકંપનીનું ટ્રાન્સફોર્મર હોય તેમાં અચાનક આગ લાગી હતી. આ બનાવની જાણ સુરક્ષાકર્મી દ્રારા તાકીદે વીજકંપનીને કરવામાં આવી હતી.

આથી વીજકંપનીનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાન્સફોર્મરની આગ બુઝાવી હતી આથી ગંભીર અકસ્માત સહેજમાં ટળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, જો ટ્રાન્સફોર્મરની આગના તણખા સલ્ફર ભરેલા ટ્રક ઉપર પડયા હોત તો મોટા વિસ્ફોટ સાથે ગંભીર અકસ્માત થયો હોત. પરંતુ વીજકંપનીની સમયસર કામગીરીના કારણે અકસ્માત ટળ્યો હતો.