ડભોઇ તાલુકાના સમસેરપૂરા ગામની સીમમાં આવેલ ખેતરમાં બપોરે એક આઇશર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ગાંસડીઓ લઇ નીકળી રહ્યો હતો. ત્યારે અચાનક ઘાસમાં આગ લાગી હતી.
જોકે આઇશર ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આગ ફેલાતાં તેમાં ટેમ્પો સંપૂર્ણ બળી ગયો હતો. ડભોઇ નગરપાલિકાની ફાયર ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ડભોઇમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તેવામાં આગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
ડભોઇ તાલુકાના સમસેરપૂરા ગામની સીમમાં એક ખેતરમાં ઘાસચારો ભરીને નીકળી રહેલ આઇશર ટેમ્પોને વીજ વાયર અડી જતાં તેમાં અચાનક આગ લાગતાં અફરા તફરી સર્જાઈ હતી. જોકે ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાને પગલે ટેમ્પોમાં રહેલ ઘાસચારો અને ટેમ્પો આગની લપેટમાં આવી જતાં ભારે નુકસાન થયું હતું.
ઘટનાની જાણ ડભોઇ ફાયર ટીમને કરતાં દિનેશભાઈ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં ખેડૂતને આશરે 10 લાખ ઉપરાંતનું નુકસાન થયું હતું.

