ઉના પંથકમાં રામનવમીની ભવ્ય ઉજવણી અને શોભાયાત્રા રાજમાર્ગ પર નિકળશે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભકતો જોડાશે. અને રામ ભક્તોએ શહેરને ભાગવામય બનાવી ધાર્મિક તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે રામ નવમી તહેવારને લય ઉનામાં જૂનાગઢ રેન્જ આઇજી ગીર સોમનાથ એસપી અને પોલીસ જવાનો એ શહેરના મુખ્ય વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી.
ઉનાને સંવેદન સીલ માનવામાં આવે છે અને અહી રામ નવમીના તહેવાર સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેવા હેતુથી ઉના શહેરમાં એસ પી અને પોલીસે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો એ ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસે બોડી ઓન કેમેરા સાથે બંદોબસ્ત રાખવામા આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ જણાવેલ હતું.

