જીઆઇડીસી અંકલેશ્વર ખ્વાજા ચોકડી નજીક બપોરે અચાનક વાયુ પ્રદૂષણ ફેલાયું હતું. અચાનક કોઈ કંપનીમાંથી ગેસ લીક થયો હોય તેવી ઘટના જોવા મળી હતી. ગ્રીન બેલ્ટ માં પણ આ વાયુ પ્રદુષણ ની અસર જોવા મળી હતી. છાશવારે જળ અને વાયુ પ્રદુષણ ને લઇ લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ના જતન સામે સવાલો ઉભા થયા હતા.
અંકલેશ્વર માં જીઆઇડીસી ના સ્ટોર્મ વોટર ડ્રેઇન માં રાસાયણિક પાણી વહેતા જોવા મળે છે. તો હવા ની ગુણવત્તા પણ વારંવાર બગડે છે. શિયાળા ના ઈન્વર્ઝન ને લઇ જ્યાં વાયુ પ્રદૂષણ ને લઇ એ.ક્યુ.આઈ ઓરેન્જ એલર્ટ માં પહોંચી જાય છે.
આ વચ્ચે આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તાર ને અડી ને આવેલ ખ્વાજા ચોકડી નજીક ભર બપોરે વાયુ પ્રદૂષણ ફેલાયું હતું. તીવ્ર વાસ સાથે હવા ફેલાયેલા રસાયણ એ ધુમ્મસીયુ વાતાવરણ સર્જાયું હતું.
ગ્રીન બેલ્ટ માં પણ તેની અસર જોવા મળી હતી. 10 મિનિટ સુધી આ સ્થિતિ જોવા મળી હતી આ દરમિયાન જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી ને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી જો કે કઈ જ ના હોવાનું જણાવી તપાસ કરવાનું ટાળ્યું હતું. તેઓ દ્વારા જળ પ્રદૂષણ હોય તો તપાસ કરી શકાય પણ હવા પ્રદુષણ માં ક્યાં તપાસ કરવું તે કહેવું મુશ્કેલ છે તેવા ઉડાઉ જવાબ જાગૃત નાગરિક ને આપ્યા હતા.
સમગ્ર મામલે જીઆઇડીસી માં જળ અને હવા પ્રદૂષણના મામલે તંત્ર ની ઢીલાસ ભર્યું વલણ પ્રદુષણ માફિયાઓ ને છૂટો દોર આપી રહ્યું છે. ત્યારે ઉદ્યોગ મંડળ, નોટીફાઈડ અને જીપીસીબી દ્વારા આ મુદ્દે ગંભીરતા દાખવવી પ્રદૂષણ ફેલાવતા તત્વો ને ઉઘાડા પાડે એ જરૂરી બન્યું છે.

