આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ દ્વારા સંચાલિત પોરેચા આંખની હૉસ્પિટલ બારેજાના સંયુકત ઉપક્રમે તા. 15 જૂનના રોજ ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગ્રામ પંચાયત ભવન ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 31 બહેનો અને 32 ભાઈઓ એમ મળીને કુલ 63 લોકોએ લાભ લીધો હતો. પ્રસ્તુત કેમ્પમાં પોરેચા હોસ્પિટલના ડૉ.અજય, દિનેશભાઈ રાઠોડ તથા ઠાસરા વિઝન સેન્ટરના દેવ્યાંગ દ્વારા મોતિયો, નાસુર, વેલ, ઝામર, છારી, ફુલા જેવા આંખોના રોગોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 6 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન અર્થે પોરેચા હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તદ્ઉપરાંત 18 જેટલા દર્દીઓને ચશ્માની જરૂરિયાત જણાતા મામુલી રકમે ચશ્મા ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન આશાદીપના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પ્રસ્તુત કેમ્પને સફળ બનાવવામાં સરપંચશ્રી તથા સ્થાનિક આગેવાનોએ સરાહનીય પ્રયાસો કર્યા હતા.

