Gujarat

ખાખરીયા ગામે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

તારીખ 8મી એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા સોનાબા હોસ્પિટલ સેવાલીયાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક  મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડૉ. નીમાબેન ઝાલા તથા તેમની ટીમ દ્વારા બી.પી.  તથા ડાયાબીટીસ જેવા રોગોની તાપસ કરીને જરૂરીયાતમંદોને રાહત દરે દવા ગોળીઓ આપવામાં આવી હતી. પ્રસ્તુત  કેમ્પનો લાભ 41 જેટલા ગ્રામજનોએ લીધો હતો.