તા.૨૨-૯-૨૪ ના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલાના વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ જિલ્લા કક્ષાએ યોજાયેલ યુવા ઉત્સવમાં ભાગ લીધેલ હતો. જેમાં ધોરણ-૧૧ કોમર્સમાં ભણતી વિદ્યાર્થીની જમોડ નિશાએ ભરતનાટ્યમ નૃત્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
આગામી સમયમાં તેઓ પ્રદેશ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે. કૃતિને તૈયાર કરવામાં શાળાના શિક્ષિકા બહેનો કોમલબેન મકવાણા, હેતલબેન કાચા, રીનાબેન નાગર, તથા શિલ્પાબેન બાલધિયાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
નંબર મેળવનાર વિદ્યાર્થીની જમોડ નિષાબેનને શાળાના પ્રિન્સીપાલ ચેતનભાઈ ગુજરીયાએ તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ,સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી