સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે મહાત્મા ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન અને ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોની રજુઆત કરવામાં આવી ગ્રામ સભામાં તાલુકામાંથી એ ટીડીઓ જીગ્નેશભાઇ વાઘાણી તલાટી મંત્રી શાળા શિક્ષકો ગ્રામ પંચાયત ગ્રામજનોએ હાજરી આપી હતી. આ તકે સરપંચ ભરતભાઇ ધડુક દ્વારા ગામને સરકાર તરફથી તમામ યોજનાની ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થાય એવી અધીકારી સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી
બિપીન પાંધી