Gujarat

સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એન.વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો

શ્રી બાઢડા કેળવણી મંડળ બાઢડા સંચાલિત શ્રી એચ એન.વિરાણી હાઇસ્કુલ બાઢડાના પટાંગણમાં તારીખ ૧૩-૧૦-૨૪ ને રવિવારના  રોજ અતિ ભવ્યથી ભવ્ય શાળાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં પધારેલ સૌ મુખ્ય મહેમાનોનું ઢોલ નગારા અને શરણાઈ સાથે ૧૦૧ દીકરીઓ દ્વારા માથે કળશ લઇ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ સાવરકુંડલા શહેર અને તાલુકાના ગામોમાંથી પધારેલા સર્વે મહેમાનો તથા ગ્રામજનો વાલીશ્રીઓ વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદ લીધો. કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના અધ્યક્ષ મહોદય દિલીપભાઈ સંઘાણી (ઇફકો અને ગુજકોમાસોલ ચેરમેન પૂર્વ કેબિનેટ મંત્રી) ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ ભારતના સાચા રતન કહી શકાય તેવા શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વિઠ્ઠલભાઈ વાછાણીના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. ત્યારબાદ દાતાશ્રીઓના ફોટાની અનાવરણ વિધિનો કાર્યક્રમ અધ્યક્ષ મહોદય દિલીપભાઈ સંઘાણી  તથા સંસ્થાના સ્થાપક પ્રમુખ અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, પૂર્વ ધારાસભ્ય ધારી બગસરા  મનસુખભાઈ ભુવા, પૂર્વ મેયર જુનાગઢ જ્યોતિબેન વાછાણી, રસિકભાઈ ભીંગરાડિયા ભા.ડી.કો. બેંક ચેરમેન ધીરૂભાઈ વાળા ચેરમેન જમીન વિકાસ બેંક બાબુભાઈ ડિરેક્ટર શ્રી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક અને ર્જિલ્લા પંચાયત અમરેલી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન  મનજીબાપા તળાવીયા તથા અન્ય મુખ્ય મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું.
ત્યારબાદ સંસ્થાના સ્થાપક પ્રમુખ અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય  કાળુભાઈ વિરાણીનું બાઢડા કેળવણી મંડળ સંચાલિત બાર જેટલી વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય થી ભવ્ય સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૪ અને આંતરરાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું સન્માન માનનીય  દિલીપભાઈ સંઘાણી  તથા સંસ્થાના સ્થાપક પ્રમુખ કાળુભાઈ વિરાણી  દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ કોલેજોના મુખ્ય દાતાશ્રીને પણ ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા.
ત્યારબાદ કેમ્પસમાં નવી બનનારી નર્સિંગ કોલેજના દાતા પરેશભાઈ  ધાંધલીયા તથા અન્ય દાતાશ્રીઓને પણ મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ નિવૃત્ત થયેલા આચાર્ય રમેશભાઈ માંગરોળીયા સાહેબ તથા અન્ય નિવૃત્ત થયેલા કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ અને અલગ અલગ ક્ષેત્રમાં નંબર પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને અંતમાં શ્રી બાઢડા કેળવણી મંડળ બાઢડાની તમામ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલો ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નિહાળીને સૌ ગ્રામજનો તથા પધારેલા મહેમાનો  મંત્રમુગ્ધ બની ગયા.
   
સમગ્ર કાર્યક્રમનું  સફળ સંચાલન શ્રી વી.ડી. કાણકીયા આર્ટસકોલેજના પ્રિન્સિપાલ  ઙો.એસ.સી. રવીયા સાહેબે કર્યું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી બાઢડા કેળવણી મંડળના ટ્રસ્ટી હસમુખભાઈ વિરાણી તથા અશોકભાઈ વિરાણી તેમજ ધ્રુવ વિરાણી યશ વિરાણી સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વિઠ્ઠલભાઈ વાછાણી બાઢડા યુવા ગ્રુપના યુવાનો આગેવાનો અને બાઢડા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
બિપીન પાંધી