Gujarat

અંબાજી ખાતે શીતળા માતાજીના મંદિરે સરગરા સમાજ દ્વારા સાતમની કરાઈ ભવ્ય ઉજવણી

ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે નાના-મોટા મંદિરો મોટા પ્રમાણમાં આવેલા છે જેમાંથી એક ભાટવાસ ખાતે શીતળા માતાનું મંદિર અતિ પ્રાચીન અને પુરાણીક મંદિર આવેલું છે દર વર્ષે શીતળા સાતમ નિમિત્તે સરગરા સમાજ દ્વારા મંદિરને લાઇટિંગ અને તોરણ દ્વારા સજાવવામાં આવે છે અને દિવસ દરમિયાન બહેનો દ્વારા મોટી સંખ્યામાં વહેલી સવારથી જ શીતળા માના મંદિરે પૂજા વિધિ કરતાં જોવા મળ્યા હતા રાજસ્થાનમાં ફાગણની શીતળા સાતમ  નું અતિ પ્રાચીન મહત્વ છે અને રાત્રે સરગરા સમાજ અંબાજી દ્વારા ભજન સંધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાનના પ્રસિદ્ધ ગાયિકા રેખા પરમારે પોતાની કલાનો પ્રદર્શન કર્યો હતો અને સરગરા સમાજ દ્વારા શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી