Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

 સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહ તથા ડાયરેક્ટર  સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન માં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ તથા કઠલાલ શહેર પ્રમુખ  બીપીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બંકિમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને એ સાથે એન્યુઅલ ફંકશનને ખુલ્લો જાહેર કર્યો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 30 થી પણ વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એન્યુઅલ ફંકશનમાં 2500 કરતાં પણ વધારે વાલી મિત્રોએ હાજરી આપી અને ફંકશનને રસપૂર્વક માણ્યો. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને પોતાની કૃતિઓ સુંદર રીતે રજૂ કરી જેમાં વિશેષ રીતે દીકરી વહાલનો દરિયો એ કૃતિનું કથા વસ્તુ પિતાને પુત્રી વચ્ચેના સંબંધનું હતું જેમાં ઘણા બધા વાલીનું હૃદય સંવેદનાથી અને આખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું તથા સર્વેનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન નેહાબેન તથા નરેન્દ્ર સરે કર્યું. અંતે ચેરમેન ડો. બંકિમ શાહે તથા ડાયરેક્ટર સતીશ પાટીલે સમગ્ર કાર્યક્રમને સફળ જોઈ સ્ટાફની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા.