Gujarat

છોટાઉદેપુરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી પર્વ નિમિત્તે નગરમાં ભવ્ય જુલુશ કાઢવામાં આવ્યું હતું

ઇસ્લામ ધર્મના સંવાહક અને આખરી પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ દિન એટલેકે ઇદે મિલાદુન્નબીના પર્વ નિમિત્તે પ્રતિ વર્ષની જેમ છોટાઉદેપુર નગરમાં દાઉદી વ્હોરા સમાજ અંજુમને નઝમી દ્વારા નગરના મુખ્ય માર્ગો ઉપર એક ભવ્ય જુલુશ કાઢવામાં આવ્યું હતું. વ્હોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુશ નીકળી જૈન મંદિર,કાળકા માતા મંદિર , બજાર,પાવરહાઉસ ચાર રસ્તા , કસ્બા ચાર રસ્તા,લાયબ્રેરી રોડ થઈ પરત મસ્જિદ પહોંચ્યુ હતું , જુલુશ મા દાઉદી વ્હોરા સમાજના નાના ભૂલકાઓ થી લઇ યુવા અને વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા, ઘોડા ,બગી અને હિસ્બે હૈદરી સ્કાઉટ બેન્ડ સાથે નગરમાં નીકળેલ જુલુશ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જુલુશ સાથે જોડાયેલા ધાર્મિક વડા જનાબ આમિર હુસેનભાઈ ભોપાલવાલાએ આપેલ નિવેદનમા ભારત દેશ ,રાજ્ય અને છોટાઉદેપુર નગરની તરક્કી માટે દુઆ કરવાની સાથે સૈયદના સાહેબ તરફથી સૌને ઇદે મિલાદની શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર