ઉનાના પાલડી સીમ વાડી વિસ્તારમાં આવેલ ઘાસના ઓરડામાં દીપડો ઘૂસી જતા અફડા તફડી મચી ગઈ હતી. વાડી માલિકને નજરે થતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્વમાં આવ્યો હતો. અને આખો ખાર દીપડાને વન વિભાગ દ્વારા જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો.
પાલડી ગામની સીમ વાડી વિસ્તારમાં રહેતાં દેવશીભાઇ રાભાભાઈ સોલંકીની ખેતીની જમીન આવેલ છે. વાડીમાં પશુ માટે રાખવામાં આવતા ઢોર વાડિયામાં રાખેલ ઘાસચારોમાં અચાનક એક ખુંખાર દીપડો ઘૂસી ગયો હતો. અને વાડી માલિક અચાનક ઓરડીમાં જતાંજ દિપડો હુંકાર કરતા નજરે પડ્યો હતો.જેથી ગભરાઈ ગયેલ અને દરવાજો બંધ કરી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પાંજરા સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી જઈ ઓરડા માંથી દીપડાને કલાકોની જહેમત બાદ ખુંખાર દીપડાને પાંજરે પૂર્યો હતો.
જોકે આ સીમ વાડી વિસ્તારમાં દીપડો શિકારની શોધમાં ધોળા દિવસે માલધારીની વાડીમાં ઘાસચારાના ઓરડામાં ઘુસી ગયેલ હોવાની વાત વાયુવેગે ફરતી થયા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાથી વાડી વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને આ દીપડો પાંજરે પુરાતા વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. અને આ ખોખર દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરી જેશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.

