તારીખ-૧૮-૧૦-૨૦૨૪ ના રોજ સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામમાં આયુષ્માન આરોગ્ય શિબિર(હેલ્થ મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીએચસી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવરકુંડલાના નિષ્ણાંત ડોક્ટરો (ડો.વિજય સર – ગાયનેકોલોજિસ્ટ અને ડો. હિના મેડમ – ડર્મેટોલૉજિસ્ટ અને ડો. માલવિકા મેડમ – ડેન્ટીસ્ટ) દ્વારા
કુલ દર્દી સંખ્યા
(૧)સ્ત્રીરોગ-૬૪
(૨)દાંત રોગ-૨૧
(૩)ચામડી રોગ-૪૮
(૪)જનરલ રોગ-૭૮
(૫)pmjay કાર્ડ-૫
કુલ-૨૧૧ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવેલ , સાથે સાથે આયુષ્યમાન કાર્ડ અને આભાકાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.
આ સર્વ રોગ નિદાન કેમ્પ સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીનાસાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ઝીંઝુડાના મેડિકલ ઓફિસર તથા મેલ ફીમેલ સુપરવાઇઝર,ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન,મેઈલ ફીમેલ વર્કર અને આશા બહેનો અને 108 સ્ટાફ તથા ખિલખિલાટ સ્ટાફ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવેલ છે અને હેલ્થ કેમ્પને સફળ બનાવવામાં ગામના યુવા સરપંચ પંકજ ઉનાવાએ પણ ખૂબ સહકાર આપેલ છે,અને સરપંચે આરોગ્ય કેન્દ્રની ટીમ અને ડોકટર નિષ્ણાંતોનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી

