તારીખ 16/6/2024 ના રોજ વડિયા 108 ને સ્ટેશન વાવડી ગામનો ચેષ્ટ પેન કેસ આવેલ .જેમાં પાયલોટ દેવદત્ત પરમાર એ એમ્બ્યુલન્સ સ્ટેશન વાવડી ઝડપથી પહોંચી , દર્દી કાળુભાઈ રઘવભાઈ ઢોલરિયાની તપાસતા, ઓછું બીપી, ધબકારા અનિયમિત , ઓક્સિજન ઘટવું, પીઠમાં દુખાવો થવો, હાથ પગમાં ખાલી ચડવી , ઉલ્ટી ઉબકા, headache જેવા ચિન્હો દેખાતા 108 ના Emt સુનિલ લીંબાણી એ અમદાવાદ સ્થિત 108 ના ERC સેન્ટર ના ફિઝિશિયન Dr સાહેબ સાથે વાત કરી દર્દીને યોગ્ય સારવાર સાથે લઈ જતા, રસ્તામાં દર્દી બેભાન થઈ જતા સીપીઆર (ચેસ્ટ કમ્પ્રેશન) આપવાની જરૂર પડી, CPR આપવાથી દર્દી ભાનમાં આવી જતા તેમને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેતપુર જિલ્લો રાજકોટ ખાતે સોંપી આપેલ.
ત્યારબાદ દર્દીને વધુ સારવાર અર્થે ત્યાંથી રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે ત્યા ના ડોક્ટર શ્રી એ જણાવેલ કે દર્દીને દુખાવા ની શરૂઆત થય ત્યારે યોગ્ય સારવાર મળવાથી દર્દી અહીંયા પોચિયું . વધું મા Dr સાહેબ જણાવે છે કે હૃદયની ત્રણ નળીઓ બ્લોકેજ છે જેમાં હાલ બે નળીમાં બલૂન બેસાડ્યા અને એક નળી દવાઓ પીવાથી સારું થઈ જશે તેવું જણાવેલ.
હાલમાં દર્દી કાળુભાઈ ની તબિયત સારી છે અને ઘરે આરામ કરે છે તેમના દીકરા શૈલેષભાઈ જણાવે છે કે 108 ના ઉપયોગથી અને સારવારથી અમારા દર્દી સમયસર હોસ્પિટલ અને યોગ્ય સારવારના કારણે તેમનો જીવ બચી ગયો છે તેમનો સંપૂર્ણ યશ અમે 108 ની ટીમને આપીએ છીએ..

