Gujarat

ભાણવડમાં 100 ટકા મતદાન કરો નો સંદેશ આપતી માનવ સાંકળ બનાવવામાં આવી

ભાણવડની પુરુષાર્થ વિધ્યાની કેતન શાળાના વિદ્યાર્થીઓએ સો ટકા મતદાન કરવાનો સંદેશ આપતી માનવ સાંકળ બનાવી મતદાન જાગૃતિ નો સંદેશ આપ્યો હતો.

લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણીનો મતદાન, આગામી લોકસભા ની ચૂંટણી સત્તાવાર જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાન માટે યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એન્ડ ટોન આઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ભાણવડની પુરુષાર્થ વિજ્ઞાનીકેતનના વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા મતદાન કરો પ્રતિકૃતિની માનવ સાકળ બનાવી મતદાન જાગૃતિ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જુદા-જુદા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાણવડની શાળામાં પણ લોકો 100 ટકા ચૂંટણીમાં મતદાન કરે તે માટેનો સંદેશો આપતી માનવ સાંકળ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં બનાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લઇ મતદાન જાગૃતિનો સંદેશ પૂરો પાડયો હતો.