આજરોજ કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ ખાતે સરકારી હોસ્પિટલ ની બાજુના ગ્રાઉન્ડ માં શાપર ની ગ્રામ પંચાયત અને CIE ઓટોમોટિવ કંપની અને ઢોલરા રોડ પર સરકારી ખરાબા ની જમીન માં દબાણ દૂર કરી ત્યા પણ સદભાવના વૃદ્ધાશ્રમ ના સહયોગ થી વૃક્ષારોપણ કરાયું હતું.

જેમાં આ તકે આ વર્ષ માં શાપર ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત 3 હજાર વૃક્ષઓ નું વાવેતર અને ઉશેર સહીત કરવાનો ટારગેટ રાખેલ છે. શાપર ગામને હરિયાળી ક્રાંતિ થકી ગ્રીન સીટી પ્રોજેક્ટ હાથ ધરાશે.

જેમાં આ તકે કોટડાસાંગાણી તાલુકા ના મામલતદાર ગુમાનસિંહ જાડેજા સાહેબ,તેમજ શાપર ના સરપંચ જયેશભાઈ કાકડીયા, ધર્મેન્દ્રભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત સદસ્ય બાબુલાલ ગઢીયા,તેમજ શાપર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અંકિત પટેલ, શાપર ગ્રામપંચાયત સદસ્યો CIE એસોસિએસન સ્ટાફ, તેમજ ગ્રામ પંચાયત કચેરી સ્ટાફ નરેશભાઈ રાઠોડ, સહીત cie ઓટોમોટિવ કંપની ના એચ,આર,મેનેજર રોહિતભાઈ ચૌહાણ,એચ.આર એડમીન ઓફિસર પંકજ ટીલાવત, પ્રોડક્ટસન મેનેજર પ્રમોદ પ્રધાન, તેમજ સરકારી હોસ્પિટલ નો સ્ટાફ વગેરે વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર?:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ
