ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર.સે.ટી), છોટાઉદેપુર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેંક ઓફ બરોડા દ્વારા બોડેલી તાલુકાના ધનલક્ષ્મી (ઓરચીડ) હોટેલ ખાતે તા.૨૨ નવેમ્બરે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરાયું હતું.

જેમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન(આર.સે.ટી) દ્વારા આર.સે.ટી. બજાર તેમજ આર.સે.ટીને લગતી તમામ તાલીમની માહિતી આપવામાં આવી હતી. કિસાન પખવાડિયાને લગતી માહિતી અને બેંકને લગતી માહિતી વિવિધ અધિકારીઓ દ્વારા વિગતવાર આપવામા આવી હતી. સંસ્થાના નાંણાકીય સાક્ષરતા સેન્ટર છોટાઉદેપુર દ્વારા સ્ટેજ-શો દ્વારા નાંણાકીય સાક્ષરતા, સખી મંડળ, આર.સે.ટી અને સોસિયલ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં આવેલા ખેડૂત મિત્રો, સખી મંડળના બહેનો અને બેંકના ગ્રાહકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બેંક ઓફ બરોડાના મુખ્ય મહાપ્રબંધક અજયકુમાર ખોસલા, બેંક ઓફ બરોડાના મહાપ્રબંધક અનુજ ભાર્ગવ, બેંક ઓફ બરોડા રીજીનલ મેનેજર અરબીન્દ કુમાર સિન્હા, છોટાઉદેપુર અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી, ડીઆરડીએના ડાયરેક્ટર કે.ડી.ભગત, પીએસ ડિપાર્ટમેંટ બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર નવીનકુમાર પાસવાન તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

