સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ૧૩ ફેબ્રુઆરી ૨૪ ના રોજ મહુવા થી મહાદેવ ગ્રુપ દ્વારા ૭૦ વર્ષના વૃદ્ધાને મૂકી ગયેલા જેનું વજન ૨૯ કિલો હતું ગતરોજ બપોરે આ વૃદ્ધા રસીલાબેનનું દુઃખદ અવસાન થતા સાવરકુંડલાના સેવાભાવી ગ્રુપ જસરાજ સેના હિતેશભાઈ સરૈયાના શાંતિરથ દ્વારા આ મૃતદેહને માનવમંદિરેથી સાવરકુંડલા સ્મશાન સુધી લાવવામાં આવ્યું હિતેશભાઈ સરૈયા જસરાજ સેના દ્વારા માનવ મંદિરની અનેક સેવાઓ શરૂઆતથી આજ સુધી આપવામાં આવે છે જેમાં એમ્બ્યુલન્સ હોય કે શાંતિરથ હોય કે અન્ય કોઈ પ્રકારની સેવા હોય તે વિનામૂલ્ય આપવામાં આવે છે આજે પણ જસરાજ સેનાના શાંતિરથમાં જ આ મૃતદેહને સાવરકુંડલાના સ્મશાન સુધી પહોંચાડવામાં આવ્યો જ્યાં માનવમંદિરના ભક્તિરામબાપુ અને માનવ મંદિર સેવક પરિવાર દ્વારા આ વૃદ્ધ માતાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને હનુમાન ચાલીસા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
