Gujarat

ગબ્બર પર ચૌદસની રાત્રે માતાજીની આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; માતાજીનો આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશના કરોડો લોકોની આસ્થામાં અંબાથી જોડાયેલી છે. જેને લઇને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજીથી 3 kmના અંતરાલે આવેલું ગબ્બર ગોખના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર ગોખ પર મા જગતજનની અંબાનું અખંડ જ્યોત પ્રજ્જલિત છે.

મા આદ્યશક્તિની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર ખાતે જતા હોય છે અને માતાજીના દર્શન કરી માનો આશીર્વાદ લે છે. ગબ્બર પર્વત પર હાલમાં 51માં મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ગઈકાલે રાત્રે ચૌદસ હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પર્વત પર આવેલા મા અંબાના અખંડ જ્યોતના દર્શન કરવા પહોંચ્યા હતા. રાત્રે 12:00 કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મા જગતજનની અંબાના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. દર ચૌદસની રાત્રે 12:00 કલાકે ગબ્બર પર્વત પર માતાજીની આરતી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ચૌદશની આરતીનો લાભ લેવા પહોંચતા હોય છે.