Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી વાઘવા વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટીમે સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન કરતાં એક લોડર મશીનને ઝડપી પાડ્યું

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે  કોલિયારી-વાઘવા વિસ્તાર આસપાસ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૧ લોડર મશીન ઝડપી પાડ્યું હતું. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર