શનિવારના રોજ રાજયકક્ષા મંત્રીશ્રી, મત્સ્યઉદ્યોગ અને પશુપાલન, ગુજરાત સરકાર અને વિધાનસભા:૧૦૩ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને પ્રતિનિધિ શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા આયોજિત પોતાનાં મત વિસ્તારના લોકોના વિવિઘ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે બપોરે સમય: ૧૨.૦૦ કલાકે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે “લોક પ્રશ્ન” સફળ નું અયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સિહોર શહેરની મુખ્ય સમસ્યા અને વિવિઘ પ્રશ્નોમાં… ખરાબ રોડ રસ્તા, વાંરવાર ઉભરાતી ખુલ્લી ગટરો, શહેરની જનતાને સપ્લાય થતું દુષિત પાણીનો પ્રશ્ન, ગૌતમેશ્વર નદીમાં પ્રવાહિત થતી ખુલ્લી ગટરને લીધે ગંદગી અને રોગશાળોનો પ્રશ્ન તેમજ આધારકાર્ડ સેન્ટર પર લોકોને KYC કરાવવા માટે થતી હેરાનગતિ બાબતે સિહોર શહેરના જાગૃત નાગરિક અને કલ હમારા યુવા સંગઠનના તાલુકા પ્રમુખ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

