Gujarat

ઉના વિસ્તારમાંથી ભારતીય ચલણની રૂ.500ના દરની બોગસ,જાલી 32 નોટો કુલ રૂ.16,000ની સાથે જુનાગઢના એક શખ્સને જીલ્લા એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો

ઉના દેલવાડા રોડ પરથી જૂનાગઢનો શખ્સ પાસે ભારતીય ચલણની રૂ.500ના દરની બોગસ, જાલી નોટો હોવાની બાતમી આધારે જીલ્લા એસ.ઓ.જી. ટીમે આ શખ્સની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી સોળ હજારની બોગસ નોટો સાથે ઝડપી લઇ ઉના પોલીસમા ગૂન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જૂનાગઢ રહેતો હરેશ ધુળાભાઈ સોલંકી દીવ પંચમુર્તી વાઇન શોપમાં દારૂ લેવા ગયેલ અને દારૂ લેવા રૂ.500ની એક નોટ આપેલ તે ખોટી હોય તેવુ શંકા જતાં વાઈન શોપ વાળાએ ચલાવેલ નહી, અને આ શખ્સે બ્લુ કલરનું શર્ટ તથા આર્મી કલરનું પેન્ટ પહેરેલ દેવીપુજક ત્યાથી ઉના તરફ આવતો હતો. આ શખ્સ પાસે પાંચસો રૂપીયાની બીજી પણ જાલી ખોટી નોટો બજારમાં વાપરવા નિકળેલ હતો. તેવી ચોકકસ બાતમી આધારે ખાનગી વાહનમાં ઉના થી દીવ આવતા દેલવાડા રોડ ઉપર નાગનાથ મંદીર પાસે આવતા બાતમી આધારે આ શખ્સે કપડા બ્લુ કલરનું શર્ટ તથા આર્મી કલરનું પેન્ટ પહેરેલ શંકાસ્પદ જણાતા સામેથી ચાલીને આવતા તેને રોકી પુછપરછ કરતા હરેશભાઈ ધુળાભાઈ સોલંકી રહે. ભવનાથ જી.જુનાગઢ વાળો હોવાનું જણાવતા અને તેને ચેક કરતા તેના શર્ટના ખીસામાંથી રોકડા રૂ.16,000 મળી આવેલ, જેમાં રૂપીયા પાંચસોના દરની નોટો નંગ-32 મળી આવતા આ શખ્સને ઝડપી લીધો હતો.
લોકસભા ચૂંટણી-2024 અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જીલ્લામાં ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ. જે.એન.ગઢવી, પી એસ આઇ વી.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. ઇબ્રાહિમશા બાનવા, દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા, ગોપાલભાઇ મોરી, હસમુખભાઇ ચાવડા, ગોપાલભાઇ મકવાણા તથા પ્રકાશભાઇ સોલંકી તથા વુ.હેડ કોન્સ. અસ્મિતાબેન ચાવડા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા મેહુલસિંહ પરમાર, મહાવિરસિંહ જાડેજા તથા એલ.સી.બી. શાખાના પો.હેડ કોન્સ, રાજુભાઇ ગઢીયા સહીતની ટીમ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા, હસમુખભાઇ ચાવડા, ધર્મેન્દ્રસિહ ગોહીલને મળેલ સયુકત બાતમી હકિકત આધારે ભારતીય ચલણની પાંચસોના દરની બોગસ, જાલીનોટો નંગ-32 સાથે એક શખ્સને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.