ચાંદલોડિયામાં રહેતા રૂપેશ યાદવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 3 નવેમ્બરના રોજ બપોરે સરસ્વતીનગર સામે AMCના ગેટ પાસે તે અને તેનો મિત્ર બાઇક પર બેઠા હતા. ત્યારે ત્યાં રાહુલ શર્મા આવ્યો હતો.
રાહુલને અગાઉ રૂપેશના ત્યાં રહેતા છોકરાઓ સાથે માથાકૂટ થઈ હતી. રાહુલ રૂપેશને કહેવા લાગ્યો કે, તું અહીં કેમ આવ્યો છે? તેમ કહીને માથાકૂટ કરી હતી.
જેથી રૂપેશે કહ્યું કે, મારે તારી સાથે કોઈ માથાકૂટ કરવી નથીય ત્યારે રાહુલે છરી લઈને રૂપેશના ડાબા હાથના બાવડા ઉપર તથા પેટના ભાગે મારી દીધી હતી.
જેના કારણે ઈજા પહોંચતા રૂપેશને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રૂપેશે આ અંગે રાહુલ વિરુદ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

