Gujarat

ઉના માંથી શંકાસ્પદ બાઈક તથા મોબાઇલ સાથે એક શખ્સને સર્વલન્સ સ્કોર્ડે પકડી પાડ્યો

ઉના માંથી શંકાસ્પદ બાઈક તથા મોબાઇલ સાથે એક શખ્સને સર્વલન્સ સ્કોર્ડે પકડી પાડ્યો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામનો શખ્સ

સમીર રમજુ સરવૈયાને પોલીસે પકડી પૂછપરછ કરતા તેની પાસે બાઇક અને મોબાઈલ શંકાસ્પદ જણાતા મુદામાલ સાથે ઝડપી લઈ આગળની વધુ પૂછપરછ કરી અને આ બાઇક મોબાઈલ કયાંથી લઇ આવેલ તેની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા, ગીરસોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન.રાણાના માર્ગદર્શન તથા સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પીએસઆઈ એચ.એલ.જેબલીયા, એ.એસ.આઇ. ધમેન્દ્રસિંહ માનસિંહ પરમાર, અનિલભાઇ ભુપતભાઇ જાદવ સહીતએ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાહુલભાઇ નારણભાઇ છેલાણા, વિજયભાઇ દુદાભાઇ ચૌહાણને મળેલ સંયુકત બાતમી આધારે ઉના લુહાર ચોક પાસે ગયેલ ત્યાં એક શખ્સ બ્લ્યુ કલરનુ જીન્સનુ પેન્ટ તથા કાળા સફેદ પટ્ટવાળો શર્ટ પહેરેલ હતો.
પોલીસને શંકાસ્પદ જતાં બાઈક સાથે ઉના લુહાર ચોક પાસે બાઈક લઇ ઉભેલો સમીર રમજુ સરવૈયા આ શખ્સ પાસે પોતાની બાઇકના કાગળો માગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. અને તેની પાસે રહેલ લાલ પટ્ટાવાળી કાળા કલરની બાઇક નં. GJ-14-AN-4841ના કાગળો માંગતા મળી આવેલ નહી. તેમજ શંકાસ્પદ લાગતા તેની પાસે મોબાઇલ ફોનના કાગળો તથા બીલ માગતા નહી હોવાનુ જણાવ્યું હતું..
આથી સમીર રમજુ સરવૈયાને બાઇક તથા મોબાઇલ ચોરી કરી હોવાની શંકાસ્પદ આધારે પોલીસે તેની વિરૂદ્ધ મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-102 મુજબ મુદ્દામાલ કબ્જે કરી અને CRPC કલમ-૪૧(૧) ડી.મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.