Gujarat

છોટાઉદેપુર SBI પાસે મારુતિ વાનમાં આગ લાગી હતી

છોટાઉદેપુર નગરમાં આવેલ SBI બેન્ક પાસે મારુતિ વાનમાં આગ લાગી હતી. ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ થયો હતો. સદનસીબે કાર ચાલક અને તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો. ગાડી માથી ધુમાડો નીકળતા વૃદ્ધ દંપતિ ગાડી માથી ઉતરી પડ્યા હતા કારમાં ખાલી ગેસનો બોટલ હતો, સિંગલા ગામેથી બોટલ રિફિલ કરાવવાં છોટાઉદેપુર આવ્યા હતા. છોટાઉદેપુર નગર પાલિકા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.