Gujarat

જામનગર શહેરમાં વકરેલા રોગચાળાના પગલે મહાપાલિકા અને જી.જી.ના તબીબોની બેઠક

જામનગર શહેરમાં ચાંદીપુરા કોલેરા તેમજ અન્ય રોગોનું પ્રમાણ વધવા પામ્યું છે. ત્યારે જામનગર મ્યુનિ. કમિશનરે જી.જી. હોસ્પિટલના તબીબો અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી આ મામલે તાકીદે પગલાં ભરવા અને સંકલન સાંધવાનો નિર્ણય લીધો હતો.

જામનગરમાં ચાંદીપુરા, કોલેરા, તાવ જેવા અનેક રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. ત્યારે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્દારા રોગચાળાને અંકુશમાં લેવા અંગે આરોગ્ય વિભાગની એક બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. એસ.એસ. ચેટરર્જી, મહાનગરપાલિકાના ડો. ગૌરી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તકેદારી રાખવી?

કયાં પગલા લેવા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે, કોલેરા, ચાંદીપુરા, કમળો સહિતના રોગચાળા અન્વયે ચર્ચા માટે બેઠક યોજાઈ હતી.