Gujarat

ઉનાના નવાબંદર મરીન પોલીસ તથા સ્ટેટ આઈ.બી. દ્વારા ફિશરમેન વોચ ગૃપની સિમર ખાતે મીટીંગ યોજાઇ…

આતંકી પ્રવૃત્તિ, માદક પદાર્થો, શસ્ત્રોની હેરાફેરી, અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ બાબતે સતર્ક રહેવા સૂચના અપાઇ..

ઉનાના નવાબંદર મરીન પોલીસ તથા સ્ટેટ આઈ.બી. દ્વારા ફીશરમેન વોચ ગૃપના સભ્યો સાથે સીમર ગામે નક્કી બંદર ખાતે મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં નવાબંદર મરીન પોલીસ તથા સ્ટેટ આઈ.બી. દ્વારા ફિશરમેન વોચ ગૃપના સભ્યોને ગૃપ બનાવવાના આદેશ અને માર્ગ દર્શન આપવામા આવ્યું હતું.
દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવી એવા આતંકી પ્રવૃત્તિ, માદક પદાર્થો, શસ્ત્રોની હેરાફેરી, અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ બાબતે તેમજ શંકાસ્પદ જણાતી કોઈપણ પ્રવૃતિ બાબતે માહિતી મેળવવા માટે યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ વાતચીત કરી તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ હતો. અને આ અંગે ઉપસ્થિત સભ્યોને કોઇપણ શંકાસ્પદ હિલચાલ બાબતે તાત્કાલિક પોલીસને તેમજ આઈ.બી.ના અધિકારીઓને જાણ કરવા જણાવેલ હતું.
આ મીટીંમાં પી.જે.બાંટવા PSI નવાબંદર મરીન પોલીસ સ્ટેશન, એમ.એલ. સોલંકી ASI નવાબંદર મરીન પોલીસ, એમ.આર.સોલંકી LIB HC, એચ.બી.ચાવડા HC SOG ગીર સોમનાથ, વી.બી.લીંબાસીયા (AIO ઉના કોસ્ટલ સેન્ટર), એન.બી.બાંભણયા (AIO ઉના કોસ્ટલ સેન્ટર), SRD સભ્યો, વોચ ગૃપના તમામ સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.