ઠાસરા તાલુકાના વાડદ ખાતે ૨૨મી જૂન ના રોજ વંચિત વિકાસ સંગઠન ઠાસરાની બેઠક મળી હતી જેમાં અંઘાડી, કોસમ, ડાભસર, અંબાવ, શાહપુરા , ખાખરીયા, સનાદરા, વાડદ, સોનૈયા, જરગાલ , મેનપૂરા, મીઠાના મુવાડા, નનાદરા જેવા કુલ 13 ગામના સામુદાયિક આગેવાનો હાજર રહ્યા હતા. પ્રસ્તુત મિટીંગમાં ઠાસરા ગળતેશ્વર તાલુકાના જે ગામોમાં વંચિત સમુદાયો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્મશાન ભૂમિ નામે કરાવવી, પાણીના પ્રશ્નોના ઉકેલ લાવવા, પડતર જમીનોમાં વૃક્ષારોપણ, તાજેતરમાં ધો. ૧૦, ૧૨માં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવું, નબળી આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓને યથાયોગ્ય મદદ કરવી જેવા મુદ્દાઓ ચર્ચામાં સ્થાન પામ્યા હતા. આજની મિટીંગમાં સંગઠનના પ્રમુખ એલિસાબેન, આશાદીપના આ.ડાયરેકટર હસમુખ ક્રિશ્ચિયન, સ્ટાફ તથા ૨૬ જેટલા આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
મકસુદ કારીગર,કઠલાલ

