ગુજરાતમાં રાજનીતિના ૨ મોટા નેતાઓની બેઠકથી નવાજુની થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં બે મોટા નેતાઓની બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ હતી.
ગાંધીનગરમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હોવાની માહિતી સામે આવી છે. આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. જાે કે બેઠક બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતા આ માત્ર ઔપચારિક બેઠક હોવાનું તેમણે જણાવ્યુ હતુ.જાે કે આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની ચર્ચાઓએ જાેર પકડ્યું છે.
મળતી માહિતી અનુસાર આ બેઠક ગુજરાત કરતા મહારાષ્ટ્ર માટે મહત્તવ પૂર્ણ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જાેડાઈ શકે છે. જાે કે આ મામલે હજુ ચોક્કસ પણ કઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.