Gujarat

વિશ્વવિખ્યાત તરણેતર મેળા માટે બેઠક યોજાઈ

વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર યોજાશે

તરણેતરના મેળા અંગે આજે તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

જિલ્લાના સાંસદ સભ્ય તેમજ ચોટીલાના ધારાસભ્ય મેળાની કમિટીના સભ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યો રહ્યા ઉપસ્થિત

તરણેતરના મેળા માટે રસ્તા પાર્કિંગ બસ કાયદો અને વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આવ્યું

તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલમ્પિક પશુ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી બેઠક યોજાઈ

મંદિર પાસે આવેલ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તેનાત કરવા નું આયોજન

રાજકોટ ગેમઝનમાં બનેલી ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમો સાથેની નવી એસઓપી બનાવી છે. પરંતુ તરણેતર ગ્રામપંચાયતે તારિખ 28 ના રોજ પંચાયતની બોડીની બેઠક બોલાવી લોક મેળાનું આયોજન કરવા માંગતુ નથી ઠરાવ સાથે જિલ્લા કલેકટરને લેખીત જાણ કરી હતી.

આ અંગે જીલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યુ કે તરણેતર ગામ મેળાની જે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને મેળો ન કરવા માટેની ક્લેકટરને પરિપત્ર લખવામાં આવ્યો હતો તે અંતર્ગત આજરોજ તરણેતર ગ્રામ પંચાયતે એક મીટીંગ યોજાઇ હતી જેમાં જીલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા,થાન ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચોહાણ, મેળાના કમિટીના મેમ્બરો પંચાયતના સભ્યો સહિત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ

(૧) કે સી સંપટ
(જીલ્લા કલેકટર સુરેન્દ્રનગર)

(૨) ચંદુભાઈ શિહોરા
(જીલ્લા સાંસદ સભ્ય)

(3) અશોકસિંહ રાણા ( તરણેતર ગ્રામ પંચાયત સરપંચ). રિપોર્ટર જયેશભાઇ મોરી