Gujarat

કચ્છ કલેક્ટરના નેતૃત્વમાં વરસામેડી સોસાયટીના રહીશો તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોને સાથે મીટિંગ યોજાઈ

આજ રોજ કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મળી એરપોર્ટ રોડ ચાલુ કરાવા સંયુક્ત ઉપક્રમે અંજાર ભુજ રોડ, અંજાર વેલ્સપન રોડ, મુન્દ્રા રોડ ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

જેનાં પડઘારૂપે અંજાર પ્રાંત અધિકારી ઓફિસ ખાતે કચ્છ કલેકટરના નેતૃત્વમાં વર્ષામેડી સોસાયટીના રહીશો તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી મીટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું કે, ટૂંક સમયમાં નિર્ણય આપવામાં આવશે.

આજરોજ કલેક્ટર અમિત અરોરા સાહેબના અધ્યક્ષમાં પ્રાંત કચેરી મધ્યે અંજાર એર પોર્ટ રોડ અને યોગેશ્વર ચોકડી રોડ નો એન્ટ્રી મુદ્દે ટ્રાન્સપોર્ટ અગ્રણી અને સોસાયટીના નાગરિકોના સૂચનો સાંભળ્યા હતા. જેમાં તમામ પક્ષને ન્યાય મળે તેવી ટૂંક સમયમાં સુખાકારી સમાધાનની હૈયાધારણા આપી હતી.