જામનગર નારી રક્ષા સેનાની જિલ્લા અને શહેરની ટીમ દ્વારા આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહેનોને સંગઠનની મજબૂતી વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને નારી રક્ષા સેનાની ટીમમાં વધારેથી વધારે બહેનો જોડાઈ એના માટે બહેનોને ખાસ સૂચના આપવામાં આવી. અને ગુજરાત નારી રક્ષા સેનાની ટીમ હંમેશા ગમે ત્યારે કોઈપણ બહેનોને મદદની જરૂર હશે ત્યારે ખડે પગે ઉભી રહેશે.

એવા સમર્થન સાથે ‘નારી કભી તું હારે નહી’ ના સાર્થક સાથે જિલ્લા મહિલા પ્રમુખ જુલીબેન ચુડાસમા, જામનગર શહેર મહિલા પ્રમુખ ઉર્મિલાબેન ઉમરાણીયા, જિલ્લા ઉપપ્રમુખ કિંજલબેન ખરસાણી, શહેર ઉપપ્રમુખ ઈન્દુ બા જાડેજા તેમજ જિલ્લા યુવા પ્રમુખ સુનિલભાઈ મહેતા અને શહેર યુવા પ્રમુખ અનીશભાઈ રામાણી તેમજ જિલ્લા અને શહેરની ટીમ ઉપસ્થિત રહી હતી.






