Gujarat

રાજપરામાં 40 લાખના ખર્ચે નવી હાઈસ્કૂલ બનાવવામાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 3,000 ની વસ્તી ધરાવતા રાજપરા ગામમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચ નવી હાઇસ્કુલ બનાવવામાં આવી છે.જેમાં કોમ્પ્યુટર લેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમ ગામના સરપંચ જનાબેન લખમણભાઇ ગોજીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે રૂપિયા છ લાખના ખર્ચે ગામના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે 17 લાખના ખર્ચે ગામમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોકો ને પાણી માટે અગવડતા ન પડે તે માટે 40 હજાર લિટરના ત્રણ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સમ્પ પણ બનાવવામાં આવ્યો છે.

ગામમાં મજૂરો માટે ખાસ મજુર કલ્યાણ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ભૂગર્ભ ગટર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાત ગામમાં 10 શોચાલય બનાવવામાં આવ્યા છે.