સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ ધરાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શુભારંભ..
—————————— —————————— ———
સાફલ્ય એજ્યુકેર ઇન્સ્ટિટયૂટ એન્ડ લાઇબ્રેરીનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસબાપુ , પૂજ્ય ભક્તિરામબાપુ, પૂજ્ય નાગજીબાપુ નાની ધારી, પ્રોફેસર શૈલેષભાઈ રવીયા, પીએસઆઇ જયપ્રકાશ કટાયા વગેરે મહાનુભાવોના શુભ હસ્તે શુભારંભ થયો. આ લાઇબ્રેરીના ઓનર દેવર્ષિભાઈ બોરીસાગર, અજયભાઈ આહીર , કરણભાઈ બોરીચાએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકારી ભાવભર્યો આદર સત્કાર કર્યો હતો…