કોડીનાર થી 4.30 ઉપડેલ બસ કોડીનાર થી અમરેલી… અમરેલી તરફ જતા ચલાળા થી એક પ્રવાસી બસમાં બેસેલ તેને દેવરાજીયા ગામ નજીક તબિયત બગડતા તેઓ ડ્રાઇવર કંડકટર દ્વારા 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી જાણ કરી અને પ્રવાસીને હોસ્પિટલ પહોંચાડેલ જે પ્રવાસી પાસે અંદાજે 3 થી 4 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દર દાગીના તેમજ મોબાઇલ વગેરે વસ્તુઓ તેના પરિવારજનોને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી બંને ત્યાં હાજર રહી તમામ વસ્તુ તેમના પરિવારજનોને આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડ્રાઇવર દેવાભાઈ કામળિયા તેમજ કંડકટર અનિલભાઈ કામળિયા બંને વ્યક્તિએ કીમતી સામાન માલિકને આપી હોસ્પિટલમાંથી રજા લીધેલ. બંને ના આ કામગીરીથી એસ.ટી.ની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે
ડ્રાઇવર દેવાભાઈ કામળિયા અને કંડકટર અનિલભાઈ કામળિયા ને એસટી ડેપો મેનેજર અને ઉપલા અધિકારીઓ દ્વારા સન્માન થી બિરદાવેલ હતા
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી

