ઝાલોદ નગરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં દિવાળીનો માહોલ જામી રહેલ છે તેવામાં દિવાળીના તહેવારોમાં અમુક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં યેનકેન પ્રમાણે વિદેશી દારૂ ઘુસાડી મોટા પ્રમાણમાં રૂપિયા કમાવવાની ફીરાકમા છે તેવામાં ઝાલોદ પોલિસ દ્વારા નગરની ચેક પોસ્ટ તેમજ દરેક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત વોચ રાખી તેમને પકડી પાડવા પ્રયાસ કરી રહેલ છે.
હાલ ઝાલોદ પોલિસ દ્વારા તાજેતરમાં દિવાળીના તહેવારોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ તેમજ અફીણના પોશડોડા લાવનાર વિવિધ વ્યક્તિઓની અટકાયત કરી સફળતા મેળવેલ છે. આજરોજ તારીખ 29-10-2024 ના રોજ પત્થરના પાઉડરની આડમાં વિદેશી દારૂ લાવનાર વ્યક્તિની અટકાયત કરી સફળતા મેળવેલ છે. તે જોતા એવું લાગે છે કે હાલ ઝાલોદ પોલીસ સિંઘમની ભૂમિકામા જોવા મળે છે.
ઝાલોદ પોલિસને ધાવડીયા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક ટાટા કંપનીની ટ્રક RJ-19-GC-0876 મા પત્થરના પાઉડરની આડમાં વિદેશી દારૂ લાવનાર ડ્રાઇવર પારસ હજારી ગુર્જર ઉમેદપુરા ,તા:બદનોર ,જી:ભીલવારા ની અટકાયત કરી હતી તેમજ ટ્રક આસરે 10,00,000, 175 નંગ પેટી જેમાં અંદાજીત 4200 નંગ વિદેશી દારૂ જેની અંદાજીત કિંમત 5,46,000 ,પથ્થરનો પાઉડર 120 થેલી જેની કિમત 12000 ,5000 નો મોબાઇલ મળી કુલ 15,63,000 ના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની અટકાયત કરી છે તેમજ અન્ય એક વ્યક્તિ મૂકેશ કલાલ શિવપુર , ભીલવારા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ