Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા કાકડકુંડ ગામે જંગલ બાજુના કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩,૯૩૫ પકડિયા

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા કાકડકુંડ ગામે જંગલ બાજુના કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩,૯૩૫ ની કુલ કિંમત રૂપીયા.૫,૩૧,૨૨૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડીની કિં.રૂ.૨,30,000/- મળી કુલ કીંમત રૂપિયા. ૭,૬૧,૨૨૫/-નો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં આવ્યો.
 આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ રામગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્ત નાબૂદ ક૨વા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ આર.એમ.વસાવા પોલીસ ઈન્સપેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશનના મીઠીબોર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કાકડકુંડ ગામે જંગલ બાજુના કાચા ૨૨તા ઉપર એક મહીન્દ્રા કંપની સિલ્વર કલ૨ની બોલેરો ગાડી જેનો રજી.નં.GJ-06-BL-0489 નો ચાલક દિનેશભાઈ મનીયાભાઈ રાઠવા રહે.વીરપુર હોળી ફળીયા તા.જીલ્લો.છોટાઉદેપુર હાલ રહે.
સિંગલાજા તા.જીલ્લો.છોટાઉદેપુર નાઓ પોતાના કબજાની મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં ગેરકાયદેશર રીતે ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ ગોવા સ્પીરીટ એન્ડ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મી.લી. ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩,૯૩૫ ની કુલ કિંમત રૂપીયા.૫,૩૧,૨૨૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા કંપનીની સિલ્વર કલરની બોલેરો ગાડી રજી.નં. GJ-06-BL-0489 જેની કિમંત રૂપીયા.૨,30,000/- ની ગણી લઈ કુલ કિ.રૂ.૭,૬૧,૨૨૫/- ના મુદ્દામાલની હેરાફેરી કરી કાકડકુંડ ગામે જંગલ બાજુના કાચા રસ્તા ઉપર બિનવારશી છોડી નાસી જઈ હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.