Gujarat

સાવરકુંડલામાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર – ૨ માં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર – ૨ કન્યા શાળામાં ઈનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું ,જેમાં રંગોત્સવ દરમિયાન કન્યા શાળાની ૨૦૦ જેટલી દીકરીઓમાંથી ૧૫૦ જેટલી દીકરીઓને ગોલ્ડન ,સિલ્વર ,અને બ્રોન્ઝ મેડલ્સ તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ તેમજ ટ્રોફી પ્રાપ્ત થઈ જેનું આજરોજ ઇનામ વિતરણ કરવામાં આવેલું તેમ જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર  રેવંતીબેન લાધવા અને મનુભાઈ દ્વારા પણ બાળકોને વન્ય પ્રાણી સંરક્ષણ અંતર્ગત માર્ગદર્શન તેમજ માહિતી આપેલી તે ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેનું ઈનામ વિતરણ પણ આજરોજ તેઓ  દ્વારા કરવામાં આવેલું. આ ઉપરાંત  CWSN શિક્ષક  અજયભાઈ મહેતા દ્વારા શાળાની ૪૦૦ દીકરીઓને સ્ટીલની ચમચીઓ માટે ૧૫૦૦ રૂપિયાનું દાન કરવામાં આવેલ હતું. તમામનો આચાર્ય ભારતીબેન દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
બિપીન પાંધી.