Gujarat

ઉના,ગીરગઢડા સહીત તાલુકાના ગામોમાં ડો.બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી

ઉના અને ગીરગઢડા તાલુકાના ધોકડવા સહીત ગામમાં તમામ સમાજના આગેવાનોને અને તમામ સમાજના લોકોને સાથે રાખીને ડો. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઉનાની મુખ્ય બજારોમાં તેમજ ધોકડવા મેન બજારમાં અને મેઈન રોડ ઉપર આંબેડકર ભવનથી લઈ ડિ.જે ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
જેમાં આજુબાજુમાં ગામડાઓના તમામ સમાજના લોકો જોડાયા હતા. ઉના ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા કારોબારી ચેરમેન, ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોકડવા ખાતે હોટલ શ્રીનિવાસ અને હોટલ શ્યામ બંનેએ શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ઉના ગીરગઢડા પોલિસ સ્ટાફે પણ ખડે પગે રહી પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી.