ગુજરાત સરકારના રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર આયોજીત તથા એસ.એફ. હાઇસ્કુલના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૩-૨૪નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, એસ એફ હાઇસ્કુલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિત અધિકારીઓ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
