છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. “મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પ્રદેશ ભાજપ આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા અને મહિલા અને બાળ વિકાસ બહેનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

