Gujarat

માંગરોળમા બંદર ઝાપા પાસે  અકસ્માતમાં આશાસ્પદ મુસ્લિમ યુવકનુ કમકમાટી ભર્યુ મોત

માંગરોળના બંદર દરવાજા વિસ્તારમાં  ટેકટ્રરના પાણીના ટાંકાના ડ્રાઇવર એ સાયકલ ચાલક યુવાનને હડફેટે લેતા સાયકલ ચાલક યુવકનુ ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજતા ચુડલી પરીવારમા શૌક છવાયો,
મુર્તક આશાસ્પદ યુવક જુનેદ મો. હુશેન ચુડલી ઉ.વ.27 નામના યુવકનુ મોત થતા
 લોકોનો આક્રોશછે કે ટ્રાફિકને લીઘે બંદર ઝાંપા ખાતેથી ભારે વાહનોનો પ્રતિબંધ લગાવી કડક રીતે અમલ થાય  અને આવા નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત થાય અને ડ્રાઇવર લાયન્સ વગર ના ચાલકો ઉપર તેમજ નાની ઉંમર ના ચાલકો ઉપર કાર્યવાહી કરવામા આવે  તેવી માંગ કરવામા આવેલ છે અને ત્યાં રસ્તાઓ ઉપર પેસકદમીઓ તેમજ ઓટલાઓ દુર કરવા પણ લોક માંગ કરાઈ છે, 
વારંવાર મોટા વાહનોને લીઘે ટ્રાફીક અને અકસ્માતના બનાવો બનતા હોવાનું લોકોમા ચર્ચા, સવારે સાત થી સાંજ ના સાત સુઘી મોટા વાહનો આ રોડ પર બંધ થાય તેવી લોકમાંગ કરાઈ છે,
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે  દોડી આવી, મુર્તકના પી એમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા  મુસ્લિમ આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા.
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ