છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર તરફથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસર અને છોટાઉદેપુરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારની ઉપસ્થિતિમાં સ્થળની મુલાકાત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

