Gujarat

રજુવાંટ ગામની શીમમા ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થો કિંમત રૂપીયા.૩૧,૬૫૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ નં.૦૧ કિં.રૂ.૨૫૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી નંબર GJ 17 AH 8583 ની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- ની સાથે મળી મળી કુલ કિંમત રૂપીયા ૨,૩૪,૧૫૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રંગપુર પોલીસ

 રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.આર.ડામોર પો.સ.ઈ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે રામપુરા આ.પો. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રજુવાંટ ગામની શીમમા બાલાવાંટ ગામ તરફથી આવતા રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી રજી. નંબર. GJ 17 AH 8583 મા ચોરખાનુ બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પ્રોહી નાકાબંધી કરી ભારતીય બનાવટના વિદેશી નાની- મોટી બોટલ નં-૧૬૦ કિ.રૂ.૩૧,૬૫૦/- તથા એક ફોર વ્હીલ ગાડી નંબર. GJ 17 AH 8583 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નં.૦૧ ની સાથે મળી મળી કુલ કિંમત રૂપીયા.૨,૩૪,૧૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રોશનભાઇ પરષોતમભાઇ બારીયાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.