આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મોજે અમલવાંટ ગામ તા. કવાંટ ખાતે રહેતા તરસનભાઈ મનકરભાઈ રાઠવા નાઓના રહેણાંક મકાનમાં અંદરના ઓરડામાં લોખંડની જારી વાળુ બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયર ની નાની મોટી બોટલ નંગ-૯૬ કિ.રૂ. ૨૭,૦૦૦/- નો પ્રોહી મુદામાલ પકડી પાડવામાં આવેલ અને પ્રોહી રેઈડ દરમ્યાન નાશી જનાર આરોપી તરસનભાઈ મનકરભાઈ રાઠવા રહે અમલવાંટ તા. કવાંટ જીલ્લો છોટાઉદેપુર નાઓને તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
